રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળના વેરાવળ રોડ પર આવેલા ઉદ્યોગ નગર પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આજે બપોરના સમયમાં ૧૫ વર્ષીય તરુણી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને જુના કપડાનો (ગાભાનો) ધંધો કરતા એ પોતાના ઘરના રસોડામાં દુપટ્ટો બાંધીને ગળોફાંસો ખાધેલી અવસ્થામા મળી આવી હતી. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી ૧૦૮ સ્ટાફે આવી ચેક કરતા તરુણી મૃત અવસ્થામાં હતી. ૧૦૮ સ્ટાફ દ્વારા તાત્કાલિક પોલીસ સ્ટાફને જાણ કરી હતી. માંગરોળ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી પંચનામું સહિતની કાર્યવાહી પૂર્ણ કરી હતી. તરુણી તે આત્મહત્યા શા માટે કરી તે તમામ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.