‘રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી, ડાકોર
યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ગતરોજ રાત્રીના ૧૨ કલાકે શ્રીજી પ્રભુના જન્મોત્સવનો પ્રારંભ થયો હતો રણછોડરાયજી પ્રભુને લાગે લલાટે કુમકુમ તિલક કરી અને આતિશબાજી ના ધડાકાની સલામી સાથે દીપમાળ પણ પ્રગટાવીને પ્રારંભ થયેલ જન્મોત્સવમાં પ્રથમ પંચામૃત સ્નાન,સુધોદત્તં સ્નાન બાદ ચુનારિયા વસ્ત્રો ધારણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ અમૂલ્ય હીરા અને રત્નોજડિત જર ઝવેરાતનો અદભુત આકર્ષણ ધરાવતો મોટો મુગટ ધરાવવામાં આવ્યો જન્માષ્ટમીના આ સેવા દર્શન બાદ બાલ ગોપાલ લાલજી મહારાજને મંદિરમાં સોનાના પારણે ઝૂલાવવામાં આવ્યા હતા.