રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ઈતિહાસમાં પહેલીવાર આજે ઉજવવામાં આવનારી જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મંદિરના દરવાજા બંધ રહ્યા હતા.રાજા રણછોડનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો બંધ બારણે રાજા રણછોડના ભાવિ ભકતોને કર્યા લાઈવ દર્શન. ડાકોરમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મંદિર સુંદર લાઈટોથી ઝગમગાવા આવે છે. અને ભગવાન રાજા રણછોડનો જન્મદિવસ હર્ષોઉલ્લાસથી મનાવવામાં આવે છે. તથા ગોમતી ધાટ ઉપર વિવિધ કાયૅક્રમોની ઉજવણી કરવામાં આવે છે પણ આ વર્ષે બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ સતત વધિ રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મંદિર કમિટી દ્ધારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બીજી તરફ ભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી રહી હતી.