રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
રોટરી ક્લબ ઓફ કેશોદનો વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રેસિડન્ટ, સેક્રેટરી અને તેના બોર્ડ મેમ્બર્સનો વર્ચ્યુઅલ શપથવિધિ સમારોહ પાઠક સ્કૂલ ખાતે તારીખ ૯ને રવિવારનારોજના રોજ હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ, સોશ્યલ ડિસ્ટન્શનનુ પાલન કરી ખૂબ જ મયૉદિત સભ્યોની હાજરીમાં સમારંભ યોજાયો હતો.રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ ના આર.સી.સી કો-ઓર્ડીનેટર હિતેષભાઈ ચનિયારા એ નવનિયુક્ત પ્રેસિડેન્ટ જીતેન્દ્ર પટેલ, સેક્રેટરી ડૉ.સ્નેહલ તન્ના તથા તેના બોર્ડના સભ્યોને શપથ ગ્રહણ કરાવ્યા હતા.આ પ્રસંગે રોટરી વર્ષ ૨૦૨૦-૨૧ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંતભાઈ જાની, રોટે. પ્રકાશભાઇ મહેતા અને રોટે. અજયભાઈ પંચમીયા ઓનલાઇન હાજર રહેલ.
રોટે પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રોટરી ના આવનાર નવા વર્ષમાં સાથે નવનિયુકત પ્રેસિડન્ટ જિતેન્દ્ પટેલ અને તેની યુવા ટીમ નવા સમાજ ઉપયોગી પ્રોજેક્ટ કરવામા ઉણા ઉતરશે નહી તેમ જણાવેલ હતું. પ્રેસિડન્ટ ઇલેક્ટ જીતેન્દ્ર પટેલે તેમનાં ઉદબોધનમાં ક્લબને નવી ઊંચાઈ પર લઈ જઈ લેન્ડ માર્ક સ્થાપિત કરવાની બાંહેધરી આપી હતી. સાથે સાથે ૨૦૨૦-૨૧ ની રોટરી થીમને ધ્યાનમાં લઈ કોઇપણ આવેલ તક ગુમાવ્યા વગર સમાજને મદદરૂપ થવા જે કંઈ કરવું પડે તે માટેની તત્પરતા દેખાડી હતી.અંતમાં આભારવિધિ નવનિયુક્ત સેક્રેટરી રોટે. ડૉ. સ્નેહલ તન્ના દ્વારા કરવામાં આવી હતી.