રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના બાબતના આંકડા આપવામાં બે અધિકારીઓ ખો ખો ની રમત રમે છે એવું લાગી રહ્યું છે. ડો.કશ્યપે મૃતકો ના આંકડા મિડિયા ને ટૂંક સમય માં આપીશું ની વાત કર્યા ને અઠવાડિયું થયા બાદ સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તા એ હજુ આંકડા આપ્યા નથી ની વાત કરી.
સિવિલ સર્જન જ્યોતિ મેડમને આંકડા બાબતે પૂછતાં કોઈ પ્રત્યુત્તર ન મળતા શુ સમજવું…?
નર્મદા જિલ્લામાં કોરોનાના સાચા આંકડા નહિ આપી તંત્ર સત્ય છુપાવતું હોવાની વારંવાર બુમ ઉઠી હોવા છતાં હજુ આરોગ્ય વિભાગ આ માટે જૈસે થે ભૂમિકા જ ભજવી રહ્યું હોય તેમ હજુ સાચા આંકડા આપવા બાબતે એક બીજા ઉપર ટોપલા ઢોળી મીડિયા કર્મીઓ સાથે જાણે ખો ખો ની રમત રમી રહ્યું છે.
ગત અઠવાડિયું કોવિડ ખાતે કેટલાક મીડિયા કર્મીઓએ ડો.કશ્યપ ના ઇન્ટરવ્યૂ દરમિયાન કોવિડ માં મૃત્યુ પામેલા દર્દીઓન કુલ આંકડા બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમય માં આ આંકડા પણ અમે મીડિયા ને આપીશું ત્યારબાદ હાલ આ બાબત ડો.કશ્યપ ને પૂછતાં તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો કે સિવિલ સર્જન જ્યોતિ મેડમ પાસે મેં અઠવાડિયા થી આંકડા માંગ્યા છે એ આપે તો હું મીડિયા ને આપું..!! ત્યારબાદ સિવિલ સર્જન જ્યોતિ મેડમ ને પણ આ બાબતે પૂછવા ફોન કર્યો પરંતુ ફોન રિસીવ ન કરતા, મેસેજ કરી મૃત્યુ ના આંકડા માંગ્યા પરંતુ કલાકો બાદ પણ તેમનો કોઈ જ જવાબ ન મળતા બંને જવાબદાર ડોક્ટરો મીડિયા સાથે જાણે ખો ખો ની રમત રમતા હોય તેમ જોવા મળ્યું હતું. તેથી નર્મદા જિલ્લામાં કોવિડ માં દાખલ દર્દીઓ પૈકી અત્યાર સુધી કેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા એ બાબત તંત્ર છુપાવે છે તે સ્પષ્ટ લાગી રહ્યું છે.