રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાની એક માત્ર સરકારી હોસ્પિટલમાં લિફ્ટ બંધ થતાં ગર્ભવતી મહિલા સહિત બીમાર દર્દીઓ મુશ્કેલીમાં
નર્મદા જિલ્લાની રાજપીપળા સિવિલ હોસ્પિટલનો ખાડે ગયેલો વહીવટ દિવસે દિવસે વધુ બગડી રહ્યો છે. હાલ માં જ સરપંચ પરિસદ ના પ્રમુખ નિરંજન વસાવા એ પણ આ બાબતે સાવલો ઉઠાવી સ્થાનિક નેતાઓ કશુ કરતા નથી તેવા આક્ષેપ કર્યા હતા. ત્યાં હાલ આ હોસ્પિટલમાં ૧૫ દિવસ થી લિફ્ટ બંધ થતાં અધિકારીઓ જાણે ફક્ત કોવિડ પર જ ધ્યાન આપી રહ્યા હોય તેમ હોસ્પિટલ ની તકલીફ બાબતે કોઈ ધ્યાન આપતું નથી તેવું લાગી રહ્યું છે.
હાલ લિફ્ટ બંધ થતાં ડાયાલીસીસ માટે આવતા દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, ફેક્ચર વાળા દર્દીઓ સહિત વૃધ્ધો ને પગથિયાઓના સહારે ઉપર જવું પડે છે. આમ તો રાજ્ય સરકાર સગર્ભા માતાઓ અને સિનિયર સિટીજનો માટે અનેક યોજનાઓ મૂકે છે પરંતુ રાજપીપળા સિવિલમાં આ લોકો ની મુશ્કેલી કોઈ જોનાર નથી તેમ લાગી રહ્યું છે. હોસ્પિટલ ના અધિકારીઓ હોસ્પિટલની તકલીફ ધાયને લેતું નથી તેવી પણ બુમ સંભળાઈ રહી છે. ત્યારે નિવૃત થવાના થોડા મહિનાઓ બાકી હોય તેવા અધિકારીઓને આ હોસ્પિટલનું કામ સોંપાતા નિવૃત્તિ ના સમયમાં આ અધિકારીઓ અમુક જવાબદારી ન લઈ પોતાને કોઈ દાગ ન લાગે તેવા પ્રયાસો કરવા માટે કોઈ મતભેદ માં પડતા ન હોય. હાલ આ હોસ્પિટલમાં અનેક તકલીફો જોવા મળી રહી છે માટે સ્થાનિક રાજકીય આગેવાનો આ બાબતે આગળ આવી આદિવાસી વિસ્તારની એક માત્ર આ મોટી હોસ્પિટલમાં જરૂરી સવલતો ઉભી કરાવે તેવી માંગ ઉઠી છે.
સિવિલની અંદર લટાર મારતા શ્વાન પણ દેખા દેતા કામગીરી પર ઉઠ્યા સવાલ
રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રસ્તે રખડતા કુતરાઓ પણ લટાર મારતા જોવા મળતા હોય. ત્યારે આ હોસ્પિટલના વહીવટ પર અનેક સવાલો ઉભા થાય છે. એક તરફ હોસ્પિટલમાં કૂતરા કરડે તે માટે દર્દીઓ ઈન્જેકશન લેવા આવતા હોય બીજી તરફ હોસ્પિટલમાં જ કૂતરા રખડતા જોવા મળતા હોય તો અંદર ચારે તરફ લાગેલા કેમેરા જોવાની પર અધિકારીઓને ફુરસદ નથી તેવું લાગી રહ્યું છે.