અમરેલી: શ્રાવણીયો જુગાર રમતા ૧૦ ઇસમોને ૨,૮૮,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

અમરેલી એસ.ઓ.જીના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે, માંગવાપાળ ગામે રહેતા હિંમતભાઇ નારણભાઇ ગજેરાની વાડી પાસે વોકળામાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વડે તીન પત્તી નામનો હાર-જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એસ.ઓ.જી. એસ.ઓ.જી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા દશ ઈસમોને શ્રાવણીયો જુગાર રમતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. પકડાયેલ દશેય ઇસમો પાસાઈથી કુલ રોકડ રકમ રૂા.૧,૦૫,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૯, કિ.રૂા.૭૦,૦૦૦ તથા મોટર સાયકલ નંગ-૬, કિ.રૂ.૧,૧૩,૦૦૦ તથા એમ કુલ કિ.રૂા. ૨,૮૮,૮૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડેલ, મજકુર પકડાયેલ દશેય ઈસમો વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે માં ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *