નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૫૭૭ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્‍લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં-૦૬ મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં-૦૫ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં-૦૩ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય નાંદોદ અને સાગબારા તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્‍લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્‍ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૫૭૭ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો-૪૮૯ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો-૨૮૮ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૨૭૩ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૨૪૦ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે. જિલ્‍લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૧૯.૪૨ મીટર, કરજણ ડેમ- ૧૦૧.૩૬ મીટર, નાના કાકડીંઆંબા ડેમ-૧૮૧.૫૦ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૨.૮૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૨૦ મીટર નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *