દેડીયાપાડા પોલીસે કુંડીઆંબા ગામથી ૧૧,૩૦૦ ના વિદેશી દારૂ સાથે એક ને ઝડપી પાડ્યો.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.આર.ડામોરએ મળેલ ચોક્કસ બતમની ના આધારે સ્ટાફના માણસો સાથે કુંડીઆંબા ગામેથી રાજેશભાઇ કોટેસિંગભાઇ વસાવાના ઘર માંથી રેડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુ વ્હીસ્કીના કાચના કવાટરીયા નંગ -૩૨ કિ.રૂ .૩૨૦૦ તથા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૨૮ કિ.રૂ .૨૩૮૦ તથા બીયર નંગ -૧૭ કિ.રૂ .૧૭૦૦ તથા ૨૦૦૦ પ્રીમીયમ સ્ટ્રોંગ બીયર નંગ -૪૧ કિ.રૂ .૪૧૦૦ મળી કુલ કિં.રૂ .૧૧,૩૦૦ના ઇંગ્લીશ દારુના મુદ્દામાલ સાથે પકડી લઇ પકડાયેલ રાજેશભાઇ કોટેસિંગભાઇ વસાવાની વિરુધ્ધ દેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *