રિપોર્ટર: એન.ડી.પંડયા
જૂનાગઢ જિલ્લાનું વિસાવદર તાલુકામાં આવેલું એક મહત્વનું મંદિર આવેલું છે જે ઝાંઝનાથ મહાદેવના નામથી વિખ્યાત છે આ મંદિર એક અતિ પૌરાણિક મંદિર છે. જેના દર્શનથી મનોકામના પુરી થાય છે જે વિસાવદર થી ૨૩ કિલોમિટરના અંતરે આવેલું એક મહત્વનું સ્થાન છે અહીં ઝાઝેરી ડેમ પણ આવેલો છે અંહી એક પુરાની નદીમાં લોકો ઉત્સાહ થી સ્નાન કરીને ઝાંઝનાથ મહાદેવના મંદિરમાં દર્શન કરવા આવે છે. દર સોમવારે અહીં ભીડ જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે કોરોના ની મહામારીને કારણે યાત્રીકોની સંખ્યા ખુબ જ ઓછી છે.