રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો સામે આવી રહ્યા છે ત્યારે બાબરા તાલુકાના ગમાપીળીયા ગામે રહેતા ૫૦ વર્ષય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ખીજડીયા કોટડા ગામે રહેતી ૫૦ વર્ષય મહીલાનો અને એજ ગામમાં રહેતા ૩૨ વર્ષય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને લુણકી ગામે રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ઈસાપર ગામે રહેતા ૫૫ વર્ષય પુરૂષ,બાબરાના કલાલ ચોકની ૨૦ વર્ષય મહિલાનો તેમજ બસસ્ટેન્ડ પાછળ ૨૪ વર્ષીય મહિલા પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જાણવા મળેલ માહિતી મુજબ દર્દી ને તાવ, શરદી, લક્ષણો જોવા મળતા તેનુ સેમ્પલ લઇ સિવિલ હોસ્પિટલમાં અમરેલી લેબોરેટરી મા મોકલેલ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે એક જ દિવસમાં બાબરા તાલુકામા ૭ કોરોનાના કેસ નોંધાયા હતા જેના કારણે લોકોમાં ફફડાટ ત્યારે બાબરા મામલતદાર સહીત તાલુકા હેલ્થ ઓફિસર .ડો.વિરાટ અગ્રાવત,પી .આઈ ગોહિલ સાહેબ ,ચીફ ઓફિસર ઝાલા સાહેબ તાલુકા સુપર વાઈઝર રાજેશભાઈ સલખના,ડો .અક્ષય ટાંક,ડો એ .પી .ઠાકર, આર .આર .ટી .ટીમના અશોકભાઈ ,પ્રકાશભાઈ રાઠોડ ,ભરાડ ભાઈ ડાભી ભાઈ સહીત ના અધિકારીઓ ધટના થળે પહોંચ્યા હતા અને દર્દીને આસપાસમાં રહેતા લોકોના ડ્રેસિંગની કામગીરી તેમજ આજુબાજુમાં રહેતા લોકોને હોમ કોરોન્ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી હતી અને દર્દીના આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ જોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.