રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ હાઈવે અકસ્માતમાં રોડ ક્રોસ કરતા વૃદ્ધ દંપતીને ઈજા
હળવદના સુસવાવ ગામના રહેવાસી હીરાબેન નાનજીભાઈ રાઠોડે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હળવદ માળિયા હાઈવે પર સુસવાવ પાટિયા નજીકથી પસાર થતી સફેદ કલર કાર જીજે ૦૧ આરજે ૧૮૨૬ ના ચાલકે વાહન પુરઝડપે ચલાવી રોડ ક્રોસ કરતા ફરિયાદી હીરાબેન અને નાનજીભાઈને ઠોકરે ચડાવતા ઈજા કરી છે અને અકસ્માત સર્જી કારચાલક નાસી ગયો છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદમાં આઈસરે અકસ્માત સર્જતા કારમાં નુકશાનની ફરિયાદ
હળવદ ક્રિષ્નાપાર્કમાં રહેતા હેમાંગભાઈ ભુપતભાઈ રાવલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આઈસર જીજે ૧૮ એઝેડ ૨૧૫૫ ના ચાલકે આઈસર પુરઝડપે ચલાવી તેની કાર જીજે ૩૬ એફ ૧૬૫૬ સાથે ભટકાવી કારમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે.
