રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગામના પૂર્વ સરપંચ અને તેમના ભાગીદાર દ્વારા સતત ૧૨ વર્ષથી કરાતું ભગીરથ કાર્ય..
તાલાલા તાલુકા આહિર સમાજના યુવા અગ્રણી અને ઘુસિયાના પૂર્વ સરપંચ ભરત વાળા અને તેમના ભાગીદાર ભાવેશ તન્ના દ્વારા ગામના ૮૦૦ પરિવારોને પરિવાર દીઠ દોઢ કિલો ફરસાણની કીટ બનાવી કુલ ૧૨૦૦ કિલો ફરસાણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ કોરોના મહામારી ના પગલે ભયંકર મંદી વચ્ચે નાના અને મધ્યમ વર્ગ ના લોકો કઠિન પરિસ્થિતિ ના દિવસો માંથી પસાર થઈ રહ્યા છે.ત્યારે તહેવારો માં આવા પરિવાર ને મદદ કરી માનવતા મહેકાવી છે.
સતત બાર વર્ષ થી સાતમ આઠમ ના તહેવાર માં કીટ બનાવી રઘુવીર યુવા ગ્રુપ ના યુવાનો દ્વારા ઘરે ઘરે જઈ ગામના જરૂરિયાતમંદ પરિવારોમાં તેમનું વિતરણ કરવામાં આવે છે. આ કીટમાં તીખા ગાઠિયા, ચવાણુ અને ભાવનગરી ગાઠિયાનો સમાવેશ કરી ઘેર-ઘેર જઇ વિતરણ કરવામાં આવ્યુ હતું. આમ ,સાતમ આઠમ પર દર વર્ષની જેમ આ વર્ષ પણ તાવડા મુકી જરૂરિયાતમંદ લોકોમાં નિ: શૂલ્ક ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.