રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ
રંગીલા રાજકોટમાં એક જ અઠવાડિયામાં બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે. બે દિવસ પહેલા પિતાના હાથે પુત્રી ન હત્યા થઈ હતી અને આજે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ઝઘડામાં વચ્ચે પડનારની હત્યાનો બનાવ સામે આવ્યો છે. અહીંયા નાસ્તાના પૈસાની બાબતે ૬ શખ્સોને માથાકુટ થતા તેમણે ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનના શખ્સો છરી સાથે તુટી પડતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નિપજ્યું છે.
જુના યાર્ડમાં માલ સામાન ખાલી કરવા આવેલા ૬ શખ્સો અને નાસ્તાની દુકાન ધરાવતા વ્યક્તિ વચ્ચે નાસ્તાના પૈસા ચૂકવવા બાબતે માથાકૂટ થઈ હતી. માથાકૂટ દરમિયાન ૬ જેટલા શખ્સોએ તોડફોડ કરી હતી. જેને અટકાવવા ગયેલા યુવાન પર શખ્સો છરી સાથે તુટી પડતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નિપજ્યું છે.