વડોદરા: કરનાળીના શ્રી કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટનો શ્રાવણ માસની અમાસના દિવસ મંદિર સદંતર બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય.

Latest vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

ડભોઇના કરનારી ખાતે આવેલ કુબેર દાદા ના મંદિરે હરેક અમાસના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો કુબેર દાદાના દર્શને આવતા હોય છે. હાલમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલતી હોવાથી લોકોમાં સંક્રમણ ન ફેલાય તેને ધ્યાને લઇ આ શ્રાવણ માસની અમાસ આવતી હોવાથી તા. ૧૮/૦૮/૨૦૨૦ (મંગળવાર) અને ૧૯/૦૮/૨૦૨૦ (બુધવાર) આમ બંને દિવસ મંદિર સદંતર બંધ રાખવામાં આવશે તેઓ મહત્વપૂર્ણ નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે જેથી અમાસ ભરતા દરેક ભક્તો અમાસના દર્શનની નિયમિતતા જાળવી રાખે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દશૅન ની સુવિધા પણ ઊભી કરી છે જેથી ઘરે બેઠાં જ આપ દર્શનનો લાભ લઇ શકશો અને આ સંક્રમણથી બચી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *