મોરબી: હળવદ નગરપાલિકામાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ૨ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા.

Corona Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે મુળ સુરેન્દ્રનગર ના અને હાલ હળવદ નગરપાલિકામાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ૨૫ વર્ષ ના હરેશભાઈ મણીલાલ મકવાણા અને હળવદ ના કુભારપરામાં રહેતા ૪૫ વર્ષ ના દિલીપભાઈ બાબુભાઈ પ્રજાપતિ સહિતના બે વ્યક્તિઓ ના કોરોના સેમ્પલ હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે લેવામાં આવેલ હતા બંને નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

ત્યારે હળવદમા બે કેસ કોરોના પોઝિટિવ આવતા કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૩૩ પર પહોચી હતી ત્યારે હળવદ ના કુભાર પરા વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવતા ડો ભાવિન ભટ્ટી મામલતદાર પોલીસ અધિકારી અને આરોગ્ય વિભાગની ટીમ કોરોના ગ્રસ્ત વિસ્તારમાં ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *