ખેડા: ઠાસરામાં આવેલી બેંક ઓફ બરોડામાં ૨ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા૨ દિવસ બેંક બંધ રહેશે.

Corona Kheda Latest
રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઠાસરા નગર માં આવેલી બેંક ઓફ બરોડા શાખા માં કર્મચારી તરીકે જોબ કરતા અશોકભાઈ વસાવા તથા અર્પીતભાઈ ખુરણા બંને નો રીપોર્ટ કોરોનો પોઝિટિવ આવતા બેંકમાં ફફડાટ મચી ગયો છે.આથી બેંક દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે કે શાખા માં ૨ કેસ પોઝિટિવ આવતા બેંકનું કામકાજ તારીખ ૧૦/૦૮/૨૦૨૦ થી ૧૧/૦૮/૨૦૨૦ સુધી બંધ રહશે. તો તમામ કસ્ટમરના સહયોગ માટે નજીકની બ્રાન્ચ ડાકોર શાખાનો સંપર્ક કરવો તેવી બેંકની બહાર નોટિસ લગાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *