નર્મદા: લાછરસ ગામેથી આઠમનો જુગાર રમતા કુલ ૧૨ જુગારીયાઓને ૨.૬૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા એલ.સી.બી પી.આઈ એ.એમ.પટેલ ને મળેલ ચોક્કસ બાતમી આધારે પી.એસ.આઈ સી.એમ.ગામીત તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો બાતમી વાળી જગ્યા પર રેડ કરતા કેટલા ઇસમો ટોળુ વળીને ગેરકાયદેસર પત્તા પાનાનો હારજીતનો જુગાર પૈસાની લગાડી રમી અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડ રૂ. ૫૨,૩૧૦ તથા મોબાઇલ ફોન નંગ ૮ કિ.રૂ. ૫,૦૦૦તથા બાઈક. નંગ-૭ કિ.રૂ. ૨,૧૦,૦૦૦ મળી કુલ્લે રૂ.૨,૬૭,૩૧૦ ના મુદ્દામાલ કબજે કરી ૧૨ જુગારીઓને પકડી પાડી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *