રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી કોરોનાનું સર્વે કરતા મેલ-ફિમેલ કર્મચારીઓ ચાલુ વરસાદમાં પણ મામુલી માસ્ક પહેરી કામ કરવા મજબુર નર્મદા જિલ્લામાં હાલ કોરોનાના કેસ વધતા નજરે પડી રહ્યાં છે ત્યારે તંત્રના અધિકારીઓ મોંઘાદાટ માસ્ક પહેરી પોતાની ચેમ્બરોમાં બેસી જે નાના કર્મચારીઓને ફિલ્ડ વર્કમાં મોકલે છે તે કર્મચારીઓની હાલત હાલ જોખમી જણાઈ રહી છે. કેમકે ચેમ્બરોમાં બેસી સર્વે કામગીરીના ઓર્ડર કરતા ઉચ્ચ અધિકારીઓ તો મોંઘા માસ્ક પહેરી પોતાની કચેરીઓમાં બેસતા હોય છે અને ક્યારેક જ ફિલ્ડમાં જતા હોય પરંતુ લોકોમાં ઘરે ઘરે જઈ સર્વેનું કામ કરતા નાના કર્મચારીઓ ચાલુ વરસાદમાં પણ સર્વે કરતા હોય ત્યારે તેમને અપાય છે મોઢા ઉપર પહેરવાનું એક મામુલી માસ્ક.? શુ આવા માસ્ક થી આ ફિલ્ડવર્ક કરતા કર્મીઓને કોરોના સંક્રમણ નો ખતરો અટકી શકશે…?
જોકે અત્યાર સુધી કયું માસ્ક ખરેખર વાયરસ માટે યોગ્ય કહેવાય તે બાબતે આરોગ્ય વિભાગ પણ યોગ્ય જાણકારી આપી શક્યું નથી જેના કારણે આમ જનતા તેમજ આરોગ્ય ના કર્મચારીઓ પણ મામુલી માસ્ક નો ઉપયોગ કરી પોતાને સુરક્ષિત સમજે છે તેવા સંજોગો માં તંત્ર એ વાયરસ થી બચાવ કરતા કયા માસ્ક છે તે પુરવાર કરી ફક્ત એજ માસ્ક ફિલ્ડ વર્ક કરતા કર્મચારીઓ ને આપવા જોઇયે નહી તો એક બાદ એક આરોગ્યના કર્મચારીઓ કોરોનાની લપેટમાં આવતા જશે.