રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ
આદિવાસી સમાજ માટે આજનો દિવસ એટલે કે તેમની દિવાળી આજના દિવસે દર વર્ષે આદિવાસી સમાજ દ્રારા ધૂમધામ થી ઉજવણી કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે સમગ્ર જગ્યા પર જે પણ કાર્યક્મ હતા એ મોકૂફ રાખેલ હતા. જેણે લઈ આજે અમીરગઢ ના વડલા રામપુરા ગામની ગામ પંચાયતમાં આદિવાસી આગેવાન ઈશ્વરભાઈ ડામોરમાં માર્ગદર્શન તળે એક હાજર એકસો અગિયાર વૃક્ષોનું વિતરણ કરી ગ્રામ પંચાયત ના પ્રગનમાં વૃક્ષ રોપણ કરવામાં આવ્યું હતું.વિશ્વ આદિવાસી દિવસ એટલે કે આ દિવસ અમારા માટે ખુબ અગત્ય નો છે. આમ આ દિવસે અમે સૌ આદિવાસી ભાઈઓ ભેગા મળી ખુબ ધૂમ ધામ થી ઉજવત હતા પરંતુ આ સમયે અને આ દિવસ ખુબ સાદગી થી ઉજવણી કરેલ છે અને પ્રકૃતિ છે તો આદિવાસી છે અને આદિવાસી છે તો પ્રકૃતિ છે તે ઉદેશ થી આજૅ અમે ૧૧૧૧ વૃક્ષોનું વિતરણ કરી પ્રકૃતિ ના ખોળામાં એક અનેરી પહેલ કરેલ છે.