બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
આદિવાસી સમાજની સંસ્કૃતિ જો ટકી હોય તો એ માત્ર જળ,જમીન અને જંગલ ના કારણેજ ચસવાઈ રહયા છે તેથી વર્ષોથી આદિવાસી સમાજ પ્રકૃતિના ખોળે રહી જળ,જંગલ અને જમીનનું જતન કરતો આવ્યો છે.એ દાખલા ને પુરવાર કરતો અને બંધ બેસતો દાખલો છે.
તાજે તરમા ગરુડેશ્વર તાલુકાના છેવાળાનું ગામ જેનું નામ ઝેર ગામ છે જેમાં વર્ષોથી જંગલ જમીન ખેડી તેનું ઉત્પાદન લઈ અને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતા એવા ૧૯૬ પરિવારો છે જેઓ જંગલ જમીન પર તેમનો નિર્વાહ ચાલે છે.એ પરિવારો ને આ જમીન ખેડતા અટકાવવા જંગલ ખાતા તરફથી ઘણી હેરાન ગતિ થતી આવેલી તેમ છતાં જંગલ જમીન એજ જીવન સમજીને પારાવાર મુશ્કેલીઓ સહન કરીને ખેડતા આવેલા છે.આ પરિવારો તેમની ખેડાણ વાળી જમીનને નામે કરવા ગુજરાત રાજ્ય કક્ષાએ આવેલ “આદિવાસી મહા સભા ગુજરાત” ના કન્વીનર શ્રીનું માર્ગદર્શન મેળવી સદર જમીનો નામે કરવા લોક જાગૃતિ મેળવી સંગઠનો તૈયાર કરી સરકાર સામે સભા,સરઘસો,રેલીઓ,ધરણાઓ,અને જેલભરો જેવા આંદોલનો કરી ૧૫ વર્ષ સુધી સખત રીતે લડયા અને આ લડતમાં ગુજરાતના તમામ આદિવાસી સમાજોએ સાથ સહકાર આપ્યો ત્યારે કેન્દ્ર સરકારે સને ૨૦૦૬ મા વન અધિકાર કાયદો(માન્યતા) ૨૦૦૬ બનાવ્યો અને ૨૦૦૮ મા તેના નીતિ નિયમો બનાવી કાયદાનું અમલી કરણ કર્યું ત્યારથી ઝેર(ડુરચા) ગામમા વન અધિકાર સમિતિની સ્થાપના કરી તેના મંત્રીશ્રીના હોદ્દે ચુનીલાલ રાયજીભાઇ તડવી એ ૧૯૬ ફાઈલો તૈયાર કરવા તેમાં જરૂરી દસ્તાવેજી પુરાવા તેમજ સાધનિક કાગળો તૈયાર કરવા ઘણીજ મહેનત કરી જેમાં ૧વર્ષથી વધું સમય લાગેલો આમ છતાં મંત્રી ચુનીલાલ રાયજીભાઇ તડવી ની કાબેલિયત , હોશિયારી , ધગજ અને ગામ લોકના સહકારથી ૧૯૬ ફાઈલો તૈયાર કરી પ્રાયોજના વહીવટદાર અને પેટા વિભાગીય વન અધિકાર સમિતિ રાજપીપલા ને જમા કરાવેલ તેમાં સરકારના નીતિ નિયમ અનુસાર સ્થળ તપાસ , સુનાવણી કરી આગળની કાર્યવાહી ચાલુ રાખેલી ત્યાર બાદ ૧૨વર્ષ સુધી કાગ ડોળે રાહ જોય બેઠેલા આદિવાસીઓની ધીરજપણ ખૂટી ગયેલી ત્યારે મંત્રી ચુનીલાલ રાયજીભાઇ તડવી આ તમામ દાવેદારોની મીટીંગો ભરી તેમને નામે જમીનો થશે એવી હૈયા ધારણ તા.૭,૮,૨૦૨૦ના રોજ ચાસી પડી.
ઝેર ગામેમા પ્રાયોજના વહીવટદારશ્રીની તરફથી એક યાદી આવી.જેમાં જંગલ જમીન ના દાવેદારોને તેઓની જમીન નામે કરવા ના છે એવું જાહેર થયું અને લોકો ભાઈઓ -બેનો સાથે આનંદ ઉલ્લાસમાં ગામ ઝેર ની પ્રાથમિક શાળામાં ભેગા થયા ત્યાં પ્રાયોજના વહીવટદાર રાજપીપલા તરફથી ડેપ્યુટી મામલતદાર શેલેષભાઈ દેસાઈ સાહેબ ,તેમના ક્લાર્ક ભરતભાઇ તેમજ વન અધિકાર સમિતિ ઝેર ના મંત્રી ચુનીલાલ આર.તડવી ,ભાનુભાઈ કે.તડવી હાજર હતા તેમની હાજરીમાં ૧૯૬ ફાઈલો માંથી પેન્ડિગ ૮૨ અશ:મંજુર ૨૨ કુલ ૧૦૪ ફાઈલો મંજુર કરી તેમની જમીનો નામે કરવાના અધિકાર પત્રોનું વિતરણ કરેલું છે. આવા શુભ કાર્ય વખતે આદિવાસી સમાજને અધિકાર અપાઉ નાર “આદિવાસી મહા સભા ગુજરાત”નો ઉપકાર માનીએ છીએ અને આદિવાસી સમાજ માટે ધન્ય રૂપ છે.