પાટણ: રાધનપુર તરફ આવતા સરકારી કર્મચારીઓની ગાડીને અકસ્માત નડ્યો,૨ લોકોના ઘટના સ્થળે જ મોત.

Latest Patan

સમી રાધનપુર હાઈવે પર બાસ્પા ગામ નજીક ટાટા સુમો અને પીકપડાલુ સામસામે અથડાતા બે ના મોત.

પાટણ જિલ્લાના સમી રાધનપુર હાઈવે પર ટાટા સુમો અને પીકપ ડાલુ સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . અકસ્માતમાં ટાટાસુમોમાં સવાર બે સરકારી કર્મીઓના ઘટના સ્થળે મોત નીપજયા હતા જયારે ડાલાના ચાલક અને બીજી એક ઈસમને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . સમી તરફથી રાધનપુર તરફ ટાટા સુમોમાં આવતા સરકારી કર્મચારીની ગાડી વરાણા પસાર કરીને રાધનપુર તારફ આવતી હતી ત્યારે બાસ્પા ગામ નજીક એકા એક સામેથી આવતા પીકડાલા સાથે જોરદાર ટક્કર લાગતા ટાટા સુમો રોડની બાજુમાં આવેલ ખાડામાં જઈને ખાબકી હતી જયારે પીકપડાલાના આગળના ભાગનો ખુડદો બોલાઈ ગયો હતો.

હાઈવે પર બંન્ને વાહનો સામસામે અથડાતા થયેલ અકસ્માતની જાણ થતા બાજુમાં આવેલ પંપના કર્મચારીઓ અને બાસ્પાગામના લોકો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીર હાથધરી હતી જેમાં રોડની બાજુમાં ખાડામાં ખાબકેલી ટાટા સુમોમાં ફસાયેલા ત્રણ લોકોને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં બે લોકોના મોત નીપજયા હતા જયારે પીકપડાલાના આગળના ભાગે ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો જેને ગંભીર ઈજાઓ પહોંચેલી હતી . બંન્ને ઘાયલોને તાત્કાલીક ૧૦૮ દ્વારા સારવાર અર્થે પાટણના ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા . હાઈવે પર સામસામે બંન્ને વાહનો અથડાતા સર્જાયેલ અકસ્માતને કારણે રાધનપુર સમી હાઈવે પર ટ્રાફીકની સમસ્યા સર્જાણી હતી. અકસ્માતની જાણ થતા સમી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી મોડે સુધી અકસ્માતમાં મૃતકોના નામ મળવા પામ્યા ના હતા પરંતુ અકસ્માતમાં મૃત્યુ પામનાર બે ઈસમો સરકારી કર્મચારી હોવાનું પ્રાથમીક જાણકારીમાં જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *