રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ સ્થિત જૂની મામલતદાર ઓફીસમાં આધારકાર્ડ, તિજોરી ઓફીસ અને ઇ સ્ટેમ્પઇંગ એમ ત્રણ ઓફિસો આવેલી આવેલી છે. જેમાં દર વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ નહિ હોવાથી કમ્પાઉન્ડ આખું પાણીથી ભરાઈ જાય છે. જે પડતર પાણીને હિસાબે ગંદકી અને તીવ્ર વાસ ફેલાય છે. મલેરિયા, ડેંગ્યુ જેવા મચ્છરોનો ઉપદ્રવમાં વધારો થવાની પુરી સંભાવના હોય છે.
પટાંગણ આખું પાણીથી ભરેલું રહેતું હોવાના કારણે કચેરીઓના નોકરિયાત અને ખાસ કરીને રોજ આવતા અસંખ્ય અરજદારોને અંદર આવવું મુશ્કેલીભર્યું હોય છે. આ મોટા ખાબોચિયામાં માંથી પસાર થવામાં વૃદ્ધો, મહિલાઓ કે કોઈપણને પારાવાર તકલીફ પડે છે.અહીંયા ઘણા બધા લપસી જવાના કે પડી જવાના બનાવો પણ બન્યા છે.જે પરિસ્થિતિ રોટરી ક્લબ ઓફ હળવદને ધ્યાને આવતા તુરંત જ આ વાતની ગંભીરતા લઈને કપચી, માટીના ડમ્પરો મંગાવીને તેમજ જે.સી.બી.બોલાવીને ગંદકી સાફ કરવાનું કામ શરૂ હાથ ધરવામાં આવ્યું હતું. ફળિયામાં પુરણી કરીને ઊંચું લઈ લેવામાં આવતા જે પ્રશ્ન હતો તેનું સુંદર અને તાત્કાલિક ધોરણે સમાધાન તેમજ ઉપાય રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા કરી આપવામાં આવ્યો હતો.