રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
સાવરકુંડલા શહેરમાં આઝાદચોક પાસે આવેલ આયશા ટાવર એપાર્ટમેન્ટના પાર્કીંગ માં કેટલાક ઇસમો ભેગા થઇ લાઇટના અજવાળે તીન પત્તી નામનો હાર-જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. પોલીસ વાળી જગ્યાએ રેઇડ કરતા
જુગાર રમતા પકડાયેલ ઇસમો ઇમ્તીયાઝભાઇ સતારભાઇ કુરેશી,સોહીલભાઇ સલીમભાઇ કાલવા, અફઝલભાઇ મહેબુબભાઇ કાજી, જાહીદભાઇ હારૂનભાઇ શેખ, રફીકભાઇ ઉર્ફે હસન રજાકભાઇ હમદાની, યુનુસભાઇ ભીખાભાઇ ભટ્ટી, શાહરૂખભાઇ અશરફભાઇ પોપટીયા, આસીફભાઇ રૂસ્તમભાઇ સૈયદ, આસીફભાઇ ઇકબાલભાઇ કુરેશી, સહીત કુલ ૯ ઈસમોને ઝડપી રોકડા રૂ.૫૩,૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.