રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો સામે આવી રહ્યા છે ત્યારે બાબરા તાલુકાના ગમાપીળીયામા રહેતા ૫૦ વર્ષય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ખીજડીયા કોટડા ગામે રહેતી ૫૦ વર્ષય મહીનો અને એજ ગામમાં રહેતા ૩૨ વર્ષય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જાણવા મળેલ માહિતી મુજબ દર્દીને તાવ, શરદી, લક્ષણો જોવા મળતા તેનુ સેમ્પલ લઇ સિવિલ હોસ્પિટલમાં અમરેલી લેબોરેટરી મા મોકલેલ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે બાબરા મામલતદાર સહીત તાલુકા હેલ્થ ઓફિસરડો.વિરાટ અગ્રાવત,પી.આઈ ગોહિલ,ચીફ ઓફિસર ઝાલા સાહેબ તાલુકા સુપર વાઈઝર રાજેશભાઈ સલખના ડો.અક્ષય ટાંક,ડો એ.પી .ઠાકર, આર.આર .ટી .ટીમ ના અશોકભાઈ ,પ્રકાશભાઈ રાઠોડ ,ભરાડ ભાઈ ડાભી ભાઈ સહીતના અધિકારીઓ ધટના થળે પહોંચ્યા હતા અને દર્દીને આસપાસમાં રહેતા લોકોના ડ્રેસિંગ ની કામગીરી તેમજ આજુબાજુમાં રહેતા લોકોને હોમ કોરોન્ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી હતી અને દર્દીના આસપાસના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.