રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા અમરેલી જિલ્લાના શરીર-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકો ઉપર દાદાગીરી કરી, જાહેર વ્યવસ્થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે અને ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે જાફરાબાદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. દ્વારા ભય જનક ઇસમો (૧) તુલસી ઉર્ફે ચાઇનીઝ ભગુભાઇ બાંભણીયા (ર) સંજય મંગાભાઇ બારૈયા, વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી,આવા ભયજનક ઇસમોની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓકએ ઉપરોક્ત બંને ઇસમો વિરૂધ્ધ પાસાના વોરંટ ઇસ્યુ કરતાં અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબ ની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ..આર.કે.કરમટા તથા પો.સ.ઇ.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે ઉપરોક્ત બંને ઇસમોને પાસા વોરંટની બજવણી કરી, લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.