નર્મદા: રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓ બાબતે ભાજપના યુવા નેતા અને સરપંચ પરિષદ પ્રમુખના ગંભીર આક્ષેપ.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લો ભરૂચ માંથી છૂટો પડ્યે વર્ષો વીતી ગયા છતાં અહીંયા જિલ્લા કક્ષાની સુવિધાઓ આપવા માટે તંત્ર જાણે નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે શિક્ષણ હોય , આરોગ્ય હોય કે પછી અન્ય પાયાની સુવિધાઓ તમામ ક્ષેત્રે નર્મદા જિલ્લો હોવા છતાં ગ્રામ્ય કક્ષાની સુવિધાઓ જોવા મળી રહી છે ઉપરાંત નર્મદા જિલ્લો બહુલ આદિવાસી વસ્તી ધરાવે છે ત્યારે અહીં થી ધારાસભ્યો અને સાંસદ પણ આદિવાસી ચૂંટાય છે છતાં નર્મદા જિલ્લામાં પાયાની સુવિધાઓ નો અભાવ જોવા મળે છે

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ હોવાનું ખુદ ભાજપ ના યુવા નેતા અને સરપંચ પરિષદ દક્ષિણ ઝોન ના પ્રમુખ નિરંજનભાઈ વસાવા જણાવી રહ્યા છે તેમને પોતાના સોશિયલ મીડિયા માં મુકેલ વિડીઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આરોગ્ય લક્ષી સેવાઓ બાબતે રાજપીપળા સિવિલ કેટલું પછાત છે તેઓ એ વિડિઓ માં જણાવી રહ્યા છે કે રાજપીપળા સિવિલ માં રાત્રી ના સમયે ઈમરજન્સી માં ફક્ત એક ડોક્ટર એક નર્સ અને એક પટાવાળો છે અને અનેક પ્રકાર આ ગંભીર દારીઓ દાખલ છે જેવાકે અકસ્માત માં ઘવાયેલા, લોહિની ઉલટી થતી, મગજ ની નસ ફાટી ગયેલી સાથે ઈમરજન્સી ડિલિવરી કેસ પણ આવ્યો હોવાની વાત પણ તેમને કરી છે આ બધા વચ્ચે એકજ તબીબ અને એકજ નર્સ ઈમરજન્સી સ્ટાફમાં જનતા તેઓ ગિન્નાયા હતા અને તમામ રાજકીય નેતાઓ ચૂંટાયેલા ધારાસભ્યો ને પડકાર ફેંક્યો હતો તમે શું કરો છો. તેઓ તબીબ સાથે વાત કરતા વિડીઓ માં જણાય છે તેમાં ખુદ તબીબ કબૂલે છે કે “એક ફિઝીશિયન જોઈએ ” અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં કથળેલી આરોગ્ય વ્યવસ્થા માટે જવાબદાર કોણ..? આટલા વર્ષો થી નર્મદા જિલ્લો બન્યો પરંતુ આજે પણ સહેજ ગંભીર પ્રકાર ના દર્દીઓ ને વડોદરા રીફર કરી દેવાય છે સરકાર મોટા મોટા કાર્યક્રમો કરી તાયફાઓ કરે છે અને આરોગ્ય આરોગ્ય સુવિધાઓ વિકસાવી હોવાની ગુલબંગો પોકારે છે પરંતુ નર્મદા જિલ્લા કક્ષાએ આવી ગંભીર પરિસ્થિતિ હોય તો ગ્રામ્ય વિસ્તારો માં કેવી પરિસ્થિતિ હશે તે અંદાજ લગાવી શકાય છે.! આદિવાસી બહુલ વિસ્તારો માં કથળેલી આરોગ્ય સુવિધાઓ બાબતે આદિવાસીઓ માં રોષ પણ જોવા મળી રહ્યો છે અને તેમની સાથે અન્યાય થતો હોવાની લાગણી ફેલાઇ રહી છે.આરોગ્ય મંત્રી તેમજ મુખ્યમંત્રી આ બાબતે ગંભીરતાથી નોંધ લઈ આરોગ્ય સુવિધાઓ વિકસાવે તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *