રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
જામનગર તથા દેવભૂમી દ્વારકામાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થય રહ્યો છે ત્યારે જિલ્લા સેવા સદન જામનગર ખાતે મુખ્યમંત્રી વીજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ જિલ્લાની સમગ્ર વિગતો મેળવી અને મહત્વની સુચનાઓ આપી અને સાથો સાથ મહામારીને નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકારના સહયોગ ની ખાત્રી આપી ,આ સમીક્ષા બેઠકમાં આધીકારીઓ ઉપસ્થિત રહી ,મહુમુલ્ય માર્ગદર્શન અને સહયોગ અંગે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને લોકો ને પડતી મુશ્કેલીઓને તાત્કાલિક નિવારવા માટેના પગલા ભરાશે તેવી પણ ખાત્રી આપી હતી.