કોરોના આણંદ: ખંભાતમાં વધુ 1 પોઝિટિવ કેસ, એક જ વિસ્તારમાં 5 કેસ નોંધાયા, આણંદમાં કુલ ૧૦ પોઝિટિવ કેસ

Corona Latest Madhya Gujarat

આણંદમાં પણ પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ખંભાતના અલિંગ ચાર રસ્તા પાસે આવેલી મોતીવાળાની ખડકીમાં 53 વર્ષિય દિનેશ રાણા નામના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે સારવાર અર્થે આણંદ સિવિલ હોસ્પિટલમાં છે. દિનેશ રાણા ખંભાતમાં હલવાસનની દુકાન ધરાવે છે. ખંભાતના એક જ વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 5 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે સમગ્ર આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 10એ પહોંચ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *