રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
આજે ૯ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ જેની રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી રાજપીપળાના સેવાભાવી મિત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે મીત ગ્રુપ દ્વારા કોઈ પણ જરૂરીયાત મંદને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે તુરંત લોહી ની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોય છે ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મિત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજપીપળા ના મામલતદાર કચેરી પાસે નંદ ભીલ રાજાની પ્રતિમા પાસે આજે મિત્ર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં લગભગ ૧૦૦ થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મીત ગ્રુપ દ્વારા આ નવતર પહેલ કરવામાં આવી છે આ બાબતે અજયભાઈ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો આદિવાસી પછાત જિલ્લો છે હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે જિલ્લામાં લોહીની અછત વર્તાઈ રહી છે ત્યારે અમે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ રાખી એક જાગરૂકતા અભિયાન ચલાવ્યું છે ઉપરાંત અત્યાર સુધી જરૂરતમંદોને ગ્રુપ દ્વારા બે હજારથી વધુ યુનિટ ડોનેશન કરવામાં આવ્યું છે આજે બ્લડ ડોનેશન કેમ્પમાં મોટા પાયે લોકો બ્લડ ડોનેશન કરે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.