રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાંપને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીએ પણ નાગપંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે. આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, સાંપ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનુ વિશેષ મહત્વ છે. આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે. આજના દિવસે જો નાગદેવતાના દર્શન થઈ જાય તો બેડોપાર પણ થઈ જાય છે. આમ આજે માંડલ, વિરમગામ અને દેત્રોજ પંથકમાં નાગપંચમીની બહેનો,અને અનેક શ્રદ્ધાળુઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. માંડલ થી વરમોર જવાના રસ્તા પર એક ખેતર આવેલ જે આ ખેતરમાં એક વર્ષો જૂની નાગદેવની દેરી આવેલ છે. અહીં નાગદેવતા સાક્ષાત દર્શન પણ આપે છે અનેક ભક્તોએ નાગદેવતાના દર્શન પણ કરેલા છે તો માંડલ ભોળાનાથ કોમ્પલેક્ષમાં પણ પ્રસિદ્ધ નાગદેવતાના મંદિરો આવેલ છે અહીં પણ નાગદેવતા હાજરા હજુર છે.