રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
મળતી માહિતી મુજબ બગસરા પંથકમાં દિનપ્રતિદિન કોરોનાવાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેવા સમયે બગસરા તાલુકાના નવા વાધણીયાગામે ૩૩ વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા ઘટના સ્થળે કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે આ અંગે તાલુકા હેલ્થ અધિકારી એમ જણાવ્યું હતું કે નવા વાઘણીયા ગામે ૩૩ વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે વિસ્તારના તમામ લોકોને આરોગ્ય તપાસણી કરવામાં આવી અને પોલીસ તંત્ર દ્વારા લોકો અવરજવર ન કરે તે માટે પ્રતિબંધિત વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.