જૂનાગઢ: માંગરોળ નગરપાલિકાને હાઇકોર્ટની મનાઈ હુકમ હોવા છતા શાપુર રોડ પર કચરો નાખવા જતા સ્થાનિકોએ હોબાળો કરી વાહનો પાછા વાળ્યા.

Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

કચરો ઠાલવવા આવેલ ટેકટરો રોકી હોબાળો મચાવ્યો કોર્ટના હુકમનો નગરપાલિકાએ અનાદર કર્યો. માંગરોળ શહેરી ઘન કચરાને લઇ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે,પાલીકાને કલેક્ટર દ્રારા ફાળવવામાં આવતી જગ્યાઓ પર સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતા પાલિકા કચરો ક્યાં નાખવો તે બાબતે મુશ્કેલીમાં મુકાઈ છે. ચારે કોર ગંદકીના થર જામ્યા હોવાથી પાલીકા દ્વારા કચરો ઉપાડવાનું શરૂ કર્યુ હતુ.

આજ રોજ માંગરોળ પાલીકા દ્રારા હાલ ફરીથી જૂની જગ્યા શાપુર રોડ પર કચરો નાખવાનું શરૂ કર્યું હતું. આ જગ્યા પર હાઇકોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં કચરો નાખવામાં આવતો હોવાથી આજ રોજ સ્થાનિકો દ્વારા હોબાળો કરી પાલીકા ના કચરો ભરેલા વાહનોને પાછા વાળ્યામાં આવ્યા હતા. પાલીકા ટ્રેક્ટર ડ્રાઈવર દ્વારા સ્થાનિકો સાથે ઉદ્યતાઈ ભર્યું વર્તન કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *