રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનાં ઠાસરમાં ઠાસરા થી સેવાલીયા જવાનો રોડ ઉપર ક્રિશ્ના ટાઉનસીપ સામે વરસાદ નાં થોડા ઝાપટાં પડવાના કારણે રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.વરસાદ પડવાના કારણે અહીં પાણી ભરાવાથી ઠેરઠેર જોખમી ખાડાઓ પડી ગયેલા છે જેના કારણે વાહનચાલકોને ભારે તફલિત નો સામનો કરવો પડે છે આ ઉપરાંત નાના વાહન ચાલકોને ખાડાઓ ન દેખાવવાના કારણે ભારે અકસ્માત થવાની સંભાવના છે વરસાદી પાણી ખાડાઓ માં ભરાઈ રાહેવાથી વાહનચાલકો ને ખબર પડતી નથી.તેથી કેટલા વાહનો ખાડામાં પડવાથી વાહનોને ભારે નુકશાન પોહચે છે જો તંત્ર દ્વારા આ ખાડાઓની વહેલી તકે મરામત કરવામાં નઈ આવે તો આગામી દિવસોમાં મોટો અકસ્માત સર્જાવાની સંભાવના છે.