બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે અધિક નિવાસી કલેક્ટર એચ.કે.વ્યાસના હસ્તે જિલ્લાના ૧ કોચ અને ૧૨ યોગ ટ્રેનર્સોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર એચ.કે.વ્યાસે કોચ અને ટેનર્સને પ્રમાણપત્ર એનાયત કરતાં નર્મદા જિલ્લાની પ્રજાને સરસ રીતે યોગાસન કરીને તંદુરસ્ત સમાજ તૈયાર કરવા શુભકામના પાઠવી હતી અને ભવિષ્યમાં સફળતા હાંસલ કરે તંદુરસ્ત રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આ અવસરે જિલ્લા રમત ગમત અધિકારી એન.એસ.અસારી, પ્રાંત યુવા વિકાસ અધિકારી ડી.બી.દેસાઇ, યોગના કોચ દિલીપભાઇ વસાવા, ટ્રેનર્સો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.