રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવમાં મત્સ્ય ઉદ્યોગ ઉપર મોટાભાગની જનતા આધારીત છે અને મુખ્ય વ્યવસાય મત્સ્ય ઉદ્યોગ છે. ઓગષ્ટ માસમાં માછીમારો દરીયામાં ફીશીંગ કરવા જતા હોય છે. કોરોના મહામારીના કારણે સરકારના કાયદાઓનુ અમલ કરવાનુ હોય જેથી એક સપ્તાહ પહેલા દીવ કલેકટર સલોની રાયે ફીશરમેન એશો. સાથે બેઠક યોજેલ અને સરકારી ગાઈડલાઈન મુજબ ખલાસીઓને દીવ બોલાવવા સહમતી થયેલ આજરોજ ૧૦૦ જેટલા ખલાસીઓ દીવ આવી પહોચ્યા દીવ કલેકટર સલોની રાય સીઈઓ વૈભવ રીખારી ફીશરીઝ અધિકારી સુકર આંજણી વણાંકબારા પહોચી અને માછીમારોના રેપીડ ટેસ્ટ બાદ ૧૪ દિવસ માટે બોટોામાં જ કોરેન્ટાઈન કર્યા હતા. મહારાષ્ટ્રના ખલાસીઓને પરવાનગી આપવામાં આવેલ નથી.