ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન યોગનો સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે.યોગા કરવાથી શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહે છે અને મન ને શાંતિ મળે છે.કોરોના સંક્રમણની કોઈ ચોક્કસ દવા શોધાઈ નથી ત્યારે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધુ મજબૂત કરવી એ નોવેલ કોરોના વાયરસ સામે સુરક્ષાનો કારગર ઉપાય છે. તેમણે આસન-પ્રાણાયમ સહિતના યોગના વિવિધ અંગો શરીરની ઇમ્યુનિટી વધારવામાં અતિ સહાયક છે ત્યારે સૌ કોઈ નાગરિકો યોગના નિયમિત અભ્યાસને પોતાની જીવનશૈલીનો હિસ્સો બનાવે.યોગ શારીરિક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય સારું રાખવામાં પણ મદદરૂપ છે. વિવિધ પ્રાણાયામ અને આસનના અભ્યાસથી સશક્ત થયેલ શરીર કોરોના સંક્રમણ સામે અસરકારક રીતે લડી શકે તેમ હોવાથી સૌએ યોગને જીવનનું અવિભાજ્ય અંગ બનાવું જોઈએ.
ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લામાં સફળતાપુર્વક યોગ ટ્રેનિંગ પુર્ણ કરનાર કુલ ૨૦ યોગ કોચ અને યોગ ટ્રેનરને જન જન ને યોગ સુધી પહોંચાડવા વાળા યોગસેવક શિસપાલ.જી.રાજપૂત (ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) ની હાજરીમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતગર્ત પંચમહાલના ૬ કોચ જેમાં પિન્કીબેન મેકવાન, રાજેશ પંચાલ,જીતેન્દ્ર પાઠક,કેતકીબેન શાહ, ભાવિકાબેન,કાજલ બેન જાસ્વાની તથા ૧૪ જેટલા ટ્રેનરને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરા ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ તથા જિલ્લા ખેલકૂદ અધિકારી,જિલ્લા વિકાસ અધિકારી થતા અન્ય મહાનુભાવો જોડાયા હતા.અને આગામી સમયમાં પંચમહાલ જિલ્લાના ઘર ઘર સુધી યોગ ને પહોંચાવામાં આવે તેવી વાત મૂકવામાં આવી હતી.