જૂનાગઢ: કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડુતોના ખેતરોમાં મોટાપાયે ધોવાણ.

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડુતોના ખેતરોમાં મોટાપાયે ધોવાણ સાથે ખેત પેદાશો નિષ્ફળ જવાની દહેશતથી ખેડુતો મુશ્કેલીમાં મુકાયાછે ઘેડપંથકમાં દર વર્ષે વરસાદી પાણી લાંબો સમય સુધી ખેતરોમાં સતત ભરાયેલા રહેતા હોવાથી ખેતપેદાશો નિષ્ફળ થતા ખેડુતોએ વાવેતર કરેલ ખેતપેદાશોનું ખાતર બિયારણ મજુરી સહીતની આર્થિક નુકશાની વેઠી રહયા છે સાથે ખેતરોમાં ધોવાણ થતાં ખેતરોમાં પણ દર વર્ષે નુકશાન થવા પામે છે.

હાલમાં ચાર પાંચ દિવસથી મેઘરાજાની અવિરત મેઘસવારી સાથે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ટીલોળી સાબરી ઓઝત સહીતની નદીઓના પાણી આવતા કેશોદ તાલુકાના પંચાળા બાલાગામ બામણાસા અખોદર ખમીદાણા સરોડ પાડોદર ઈસરા સહીતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ઘેડ પંથક બેટમાં ફેરવાયો હોવાના દ્રશ્યો જોવા મળે છે જેના કારણે ખેડુતોએ વાવેતર કરેલ હજારો વિઘાની મગફળીમાં વરસાદી પાણી ફરી વળ્યાં જે પાણી સતત લાંબો સમય ભરાયેલાં રહેતાં મગફળીના પાકમાં મોટાપાયે નુકશાન થવાની શક્યતા સેવાઇ રહી છે ખેડુતોના ખેતરોમાં થયેલ નુકશાની અથવા તો અથવા પાક વીમાની સહાય આપવામા આવે તેવી ખેડુતો માંગ કરી રહયા છે ત્યારે ખેડુતોને સહાય મળશે કે કેમ તે જોવાનું રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *