રિપોર્ટર: નયન પરમાર, ખંભાત
ગુજરાતમાં કોરોના મહામારીના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે સરકાર કોરોના સામે લડવા માટે સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના ખંભાત શહેરની અંદર ખંભાત એસ.ટી ડેપો ખાતે વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર રાણા ચકલા ખંભાત તરફથી એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર તેમજ કન્ડકટરોને કોરોના સંક્રમણ ને લઈને બચવા માટે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી કોઠારી ધર્મનંદનદાસજી એ ખંભાત એસ.ટી ડેપોમાં ફરજ બજાવતા તમામ તેમજ કન્ડકટરોને ફરજ પર રહી સંક્રમણથી બચવા માટે સૂચન આપ્યા હતા આ પ્રસંગે ખંભાત એસ.ટી ડેપો મેનેજર ધર્મેન્દ્ર સિંહ મહિડા તેમજ કંટ્રોલર ગોવિંદ સિંહ ડાભી તથા અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.