વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના વધુ 5 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસનો આંકડો 113 ઉપર પહોંચી ગયો છે. જેમાં 3 કેસ નાગરવાડા વિસ્તારના અને 2 કેસ કારેલીબાગ સ્થિત આનંદનગરના છે. સોમવારે રેડ ઝોન નાગરવાડા નજીક આવેલા કોઠી પોળ તથા કારેલીબાગમાંથી એક-એક કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં ચિંતાનો વિષય બન્યું હતું. ત્યારે આજે બીજા દિવસે પણ કારેલીબાગ વિસ્તારમાંથી 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કારેલીબાગમાં અત્યાર સુધી 3 પોઝિટિવ કેસો નોંધાયા છે. આમ નાગરવાડા વિસ્તારમાં પછી કારેલીબાગ વિસ્તારમાં કેસો વધ્યા છે. જેને પગલે કોવિડ-19 પ્રસરતો અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.