રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
વેરાવળ શહેરમાં સવારથી સીટી પોલીસ સ્ટાફ દ્વારા શહેરની મુખ્ય બજારમાં અલગ અલગ સ્થળ પર ચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમાં સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરિયા વગરના ૫૦ વ્યક્તિ પાસેથી ૫૦૦ લેખે ૨૫,૦૦૦ રૂ.નો દંડ વસૂલ કરવામાં આવેલ છે. ૧૦ ડીટેઇન ૨૦ એન.સી. ૬૪૦૦ સ્થળ દંડ વસૂલવામાં આવલ છે.મુખ્ય બજારોમાં અને બાઈક ચાલકો માસ્ક પહેરીયા વગર ફરવા લાગ્યા છે તંત્ર પણ એલર્ટ થયું છે. હજુ કોરોન ગયો નથી સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આગામી દિવસોમાં પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવશે તો લોકો એ માસ્ક પહેરીને જ નીકળવું ડીસ્ટેસન જાળવવું સરકારશ્રી ના નિર્દેશન નું પાલન કરવું અને પ્રશાસનને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
