રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
વેરાવળ હાલ ફિશિંગ સિઝન ચાલુ હોય બોટમાં ઘણા ખલાસી કામ કરતા હોય ત્યારે ભીડીયા ખાડીમાં લાંગરેલી બોટમાં કામ કરતા સાગર સાકરભાઈ બારિયા ઉ.વ.૨૦ નામના યુવાન અકસ્માતે બોટ.આ કામ કરતી વખતે દોરડું તૂટી જતા લપસીને દરિયાની ખાડીમાં ખાબકતા લાપતા બન્યો હતો. આ અંગે નજીકના બોટ વાળા એ દેકારો મચાવતા આગેવાનોને જાણ થતા દોડી આવ્યા હતા અને આ યુવાનને શોધવા તજવીજ હાથ ધરી હતી.