રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
તાજેતરમાં કોરોના પોઝિટિવ કેસ બાબતે લોકોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યાછે કોઈ દર્દીઓને કોરોનાના કોઈપણ જાતના લક્ષણો જોવા ન મળતા હોય તેવા દર્દીઓનો પોઝીટીવ રીપોર્ટ આવેછે તો કોઈ દર્દીઓને લક્ષણો જોવા મળવા છતાં બે ત્રણ દિવસ સારવાર આપી રજા આપવામા આવતી હોવાની પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે તો કોઈ દર્દીઓને દિવસો સુધી સારવારના બહાને રાખવામાં આવે છે પણ કોઈપણ જાતની સારવાર આપવામાં આવતી નથી એવો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહયો છે.
કેશોદ તાલુકાના પીપળી ગામના ૫૫ વર્ષીય પુરૂષનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા ૧૦૮ ટીમ મારફત જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવેલ જ્યાં દર્દીને દાખલ કરાયા બાદ ગણતરીની કલાકોમાં દર્દી ઘરે પરત આવ્યો એ રહસ્ય અકબંધ છે કોરોના પોઝિટિવ દર્દીને સિવિલ હોસ્પિટલે દાખલ કર્યા બાદ એ જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હશે કે દર્દી પોતાની જાતે ત્યાંથી ભાગી ગયો હશે તે ચર્ચાનો વિષય બની ગયો છે જો દર્દી કોરોના પોઝીટીવ હોય તો એક જ દિવસમાં હોસ્પિટલ દ્વારા રજા કેમ આપવામા આવી હશે? અને જો હોસ્પિટલ દ્વારા દર્દીને રજા આપવામાં ન આવી હોય દર્દી પોતાની જાતે ભાગી ગયેલ હોય તો તંત્રની બેદરકારી બદલ જવાબદાર સામે કેમ પગલા લેવામાં નહી આવ્યા હોય? હોસ્પિટલે પહોંચ્યા બાદ ગણતરીની કલાકોમાં કોરોના પોઝીટીવ દર્દી પોતાના ઘરે પહોંચતા સમયે અને ઘરે પહોંચ્યા બાદ અન્ય કેટલા લોકોના સંપર્કમાં આવેલ હશે અન્ય લોકોને પણ સંક્રમણ ફેલાયું હશે એ બાબતે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હશે કે કેમ? કોરોના પોઝિટિવ દર્દી ગણતરીની કલાકો બાદ પોતાના ઘરે આવ્યાની જાણ થતાં સ્થાનિક આરોગ્ય ટીમ દ્વારા ટેંપ્રેચર ચેક કરવામા આવેલ તેમજ દર્દીને ડાયાબીટીસની પણ તકલીફ હોય તાવ પણ આવતો હોય વધુ તકલીફ જણાતી હોય જે બાબતે જીલ્લા તંત્રને સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા જાણ પણ કરવામા આવી હોવાનુ જાણવા મળ્યું છે દર્દી પોતાના ઘરે પરત આવ્યા બાદ બીજા દિવસે ફરીથી આરોગ્ય ટીમ દ્વારા જુનાગઢ સિવિલ હોસ્પિટલે ફરીથી દર્દીને પહોંચાડવામાં આવેલછે ત્યારે દર્દીને પુરતી સારવાર અને આઇસોલેટ કોરોન્ટાઈન સાથે દર્દીનો કોરોના નેગેટિવ રીપોર્ટ આવ્યા સુધી રાખવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું પણ આ બનાવથી કેશોદ તાલુકાભરમાં ચકચાર મચી જવા પામી છે.