નર્મદા: રાજપીપળા ખાતે ૨.૮૯ કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરીમાં એક વર્ષ થી લિફ્ટ બંધ.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ગત માર્ચ મહિના માં નાંદોદ મામલતદારે લિફ્ટ ચાલુ કરવા કાર્યવાહી કરી હોવાની વાત કર્યા ને પણ પાંચ મહિના થવા છતાં હજુ લિફ્ટ બંધ..!!

લીફ્ટ બંધ હોવાના કારણે વૃદ્ધ અરજદારો ને પરાણે દાદર ચઢી ઉપર જવું પડતું હોય કરોડોનો ખર્ચ શુ કામનો..?!

રાજપીપળા ખાતે ઓક્ટોમ્બર ૨૦૧૭ માં ૨.૮૯ કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરી લોકાર્પણના બે વર્ષ સુધી પડી રહ્યા બાદ ત્યાં મામલદાર કચેરી સહીતની કચેરીઓ કાર્યરત તો થઈ પરંતુ ટૂંકા ગાળામાંજ કરોડોના ખર્ચ બાદ પણ આ મકાનમાં અનેક તકલીફો જોવા મળી રહી છે.રાજપીપળાની નાંદોદ તાલુકા સેવા સદન કચેરીની બિલ્ડીંગમાં છેલ્લા લગભગ એક વર્ષ થી લીફ્ટ બંધ હાલતમાં હોય ઉપર કામ અર્થે જતા વૃદ્ધ વ્યક્તિઓને પરાણે દાદર ચઢવા પડે છે અથવા કોઈકનો સહારો લેવો પડે છે. લીફ્ટ બંધ હોવાથી તેનો દરવાજો ખુલ્લો મૂકી ભોઈ તળિયે દરવાજા આગળ ખુરશીઓ મૂકી દેવાઈ છે.

લિફ્ટનો કોન્ટ્રાકટ પૂરો થયો હોય કોન્ટ્રાકટ માટે કાર્યવાહી કરી હોવાનું ગત માર્ચ મહિના માં નાંદોદ મામલતદાર ડી.કે.પરમારે જણાવ્યું હતું પરંતુ એ વાત ને પણ પાંચ મહિના થવા છતાં હજુ આ કચેરી ની લિફ્ટ બંધ હોય તંત્ર ની આ ગોકળગાય ગતિ ની પદ્ધતિ ક્યારે સુધરશે અને ક્યારે અરજદારો ની તકલીફ નો અંત આવશે એ જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *