રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા દરબાર રોડ પર રહેતી અને નવસારી પરણાવેલી પરણીતાને અવાર નવાર ઝગડો કરી ત્રાસ આપતા સાસરિયાઓ વિરુદ્ધ પરણીતાએ મહિલા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા દરબાર રોડ પર રહેતા જાહન્વી બેનના નવસારી ના વિજલપુર ખાતે રહેતા કૃણાલ ચંદ્રકાન્ત ચૌહાણ સાથે લગ્ન થયા હતા લગ્ન જીવન દરમ્યાન તેઓ જાહન્વી બેન સાથે ઝઘડો ગાળા,ગાળી કરી ધાક,ઘમકી આપી મકાન અને ફોર વ્હીલ ગાડીની માંગણી કરી શારિરીક તથા માનસિક ત્રાસ આપતા હોય આખરે કંટાળી જાહન્વીબેને પતિ કૃણાલ સહિત ગીતાબેન ચન્દ્રકાન્ત ચૌહાણ,નયનાબેન મુકેશભાઇ દેસાઇ,હેશભાઈ રમણભાઇ દેસાઇ,ઇલાબેન જયેશભાઇ રાજપુત વિરુદ્ધ રાજપીપળા મહિલા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.