નર્મદા જિલ્લાનો વરસાદ: દેડીયાપાડા તાલુકો ૪૬૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં-૩૦ મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં-૨૦ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-૧૮ મિ.મિ, નાંદોદ અને તિલકવાડા તાલુકામાં-૮ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૪૬૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૩૮૧ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૨૪૬ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૨૧૪ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -૧૯૪ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૧૯.૩૫ મીટર, કરજણ ડેમ- ૯૯.૭૭ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૮૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૨.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૦૮ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *