રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
બગસરા તાલુકો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં એક બાજુ કોરોનાવાયરસ ની દહેશત ફેલાયેલી છે ત્યારે જુની હળિયાદ ગામની મુલાકાત લેતા વરસાદી પાણી ભરાવાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે ત્યારે આ ગામમાં રહેણાંક વિસ્તારની આજુબાજુમાં પાણી ભરાવાના પ્રશ્ને લોકો દ્વારા ગ્રામ પંચાયત ને પણ વારંવાર રજૂઆત કરવામાં આવેલ અને ટી.ડી.ઓને પણ અરજી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પણ આ પ્રશ્નનો નિકાલ ન થતા લોકો દ્વારા મીડિયા નો સંપર્ક કરતા જણાવેલ કે અમારા ઘરની આજુબાજુ વર્ષો જૂનો છે તેથી આ પાણી ભરાવાના પ્રશ્ન ની જુની હળીયાદ ગામની પંચાયતને વારંવાર રજૂઆત કરતા પ્રશ્નોનો નિકાલ કરેલ નથી પરંતુ હવે પછી જો આવનારા સમયમાં આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેમ ગ્રામજનો એ જણાવ્યું હતું.