રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં ૭૦ ટકા લોકો ખેતીકામમાં સંકળાયેલા છે જે પોતાનું ગુજરાન ખેતી કામ કરી ચલાવે છે જેને લઇને આ વર્ષે વરસાદ મોડો હોવાથી નર્મદા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા જો વરસાદ થોડા લાંબો સમય સુધી ખેંચાયો હોય તો ખેડૂતોના પાકને નુકસાન થાય તેમ હતું પરંતુ મેઘરાજાની મહેરથી નર્મદા જિલ્લામાં મોડી રાતથી સતત વરસાદ વરસ્યો જ્યારે ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે આ એક વરસાદ થી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.નર્મદા જિલ્લો આદિવાસી પૂર્વપટ્ટી ધરાવતો જિલ્લો છે જિલ્લામાં ૭૫ ટકા જેટલા વસ્તી આદિવાસીઓની છે ક્યારે આદિવાસી પરંપરા અનુસાર જો વરસાદ ન વરસે ત્યારે મેઘરાજાને મનાવવા માટે અનેક પૂજા કરવામાં આવે છે જ્યારે આ વર્ષે પણ નર્મદા જિલ્લામાં વરસાદ ખેંચાતા નર્મદા જિલ્લાના આદિવાસીઓએ મેઘરાજાને મનાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા ત્યારે નર્મદા જિલ્લામાં મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેને લઇને નર્મદા જિલ્લાના ખેડૂતો માં ખુશીની લાગણી જોવા મળી હતી.