રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બેસણા ગામ પાસે આવતા સાથેના અ.હે.કો. ઇશ્વરભાઇ વશરામભાઇ બ.નં.૭૮૧ નાઓને ખાનગીરાહે બાતમીદારથી બાતમી મળેલ કે, “ મોઝદા ગામ તરફથી દેડીયાપાડા તરફ એક કાળા કલરની હ્યુન્ડાઇ કંપનીની એસ્ટીમ ગાડીમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરીને આવે છે “ જે બાતમી આધારે બેસણા ગામ પાસે રોડ ઉપર નાકાબંધીમાં હાજર હતા દરમ્યાન ઉપરોક્ત બાતમીવાળી ગાડી આવતા તેના ચાલકને ઉભા રહેવા માટે ઇશારો કરતો ગાડી ઉભી રાખેલ નહી અને પોતાના કબ્બામાંની ગાડી લઇને દેડીયાપાડા તરફ નાસી ગયેલ અને સદરહુ ગાડીનો પીછો કરતા એટીમ ગાડી અદર્શ નિવાસી શાળાથી જુના મોઝદા રોડ તરફ ગયેલ જે એસ્ટીમ ગાડી સ્પીડમાં આગળ ગયેલ હોય જેથી જોવામાં આવેલ નહી અને તેની શોધખોળ કરતા સદર એસ્ટીમ ગાડી જુના મોઝદા રોડ ઉપર આવેલ હોન્ડા ના શો રૂમ પાસે આવેલ નાળા પાસે નીચે ઉતરી ગયેલ હાલતમાં પડેલ હોય જેને ચેક કરતા ચાલક હાજર મળી આવેલ નહી અને તેમાં તપાસ કરતા ગાડીમાં વચ્ચેની સીટ તથા ડીક્કીમાંથી ગોવા સ્પીરીટ ઓફ સ્મથનેસ વ્હીસ્કીના ૧૮૦ મી.લી ના પ્લા.ના કવાટરીયા નંગ-૧,૦૫૦ કિ.રૂ.૮૯,૨૫૦ છુટા ક્વાટરીયા તથા હ્યુન્ડાઇ કંપનીની કાળા કલરની એસ્ટીમ ગાડી કિ.રૂ.૮૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૬૯,૨૫૦/- ગણી હાજર નહી મળી આવનાર એસ્ટીમ ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી પો.સ.ઇ. એ.આર.ડામોર નાઓએ આગળની તપાસ હાથ ધરેલ છે.