રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં આમતો ચાલું વર્ષે બહુ ખાસ વરસાદ વરસ્યો નથી પરંતુ ગ્રામ્ય વિસ્તાર ના નદી,નાળા માં વરસાદ ના કારણે પાણી નો પ્રવાહ વધતા લોકો ને આવવું જવું મુશ્કેલ થઈ પડે છે જ્યારે કેટલાકે નદી પાર કરવામાં જીવ પણ ગુમાવવા પડતા હોવાનું જોવા મળે છે જેમાં ગરુડેશ્વર ના ગડી ગામની નદી માં અચાનક પુર આવતા એક આધેડ તણાઈ જતા મોત ને ભેટ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકા ના ગડી ગામમાં રહેતા સોકનાભાઈ છાજીયાભાઈ વસાવા(ઉ.વ.૫૦)તેમના ઘરેથી સાંજના છ એક વાગ્યે પોતાના ખેતરે ગયેલા તે દમ્યાન વધુ વરસાદ પડતા નદીમાં એકા એક પુર આવી જતા નદીમાં તેઓ તણાઇ જતા મોત ને ભેટ્યા હતા. મરનાર ની મૃતદેહ બીજા દિવસે નદી કિનારે થી મળી આવતા આ બાબતે તેમના પુત્ર દાદુભાઈ સોકનાભાઈ વસાવા એ પોલીસ ને જાણ કરતા પોલીસે અ. મોત નોંધી તપાસ હાથ ધરી છે.